રાજસ્થાન: બુંદીમાં ભીષણ અકસ્માત, ટાયર ફાટતા બસ નદીમાં ખાબકી, 24 મુસાફરોના મોત

જિલ્લાના લાખેરીમાં એક પેસેન્જર બસ મેજ નદીમાં ખાબકતા 24 લોકોના જીવ ગયા છે. બસ નદીમાં પડવાથી લોકો ડૂબવા લાગ્યા હતાં. આ બસ કોટાથી સવાઈ માધોપુર જઈ રહી હતી. અકસ્માતનું કારણ ટાયર ફાટયુ હોવાનું કહેવાય છે. 

રાજસ્થાન: બુંદીમાં ભીષણ અકસ્માત, ટાયર ફાટતા બસ નદીમાં ખાબકી, 24 મુસાફરોના મોત

બુંદી: જિલ્લાના લાખેરીમાં એક પેસેન્જર બસ મેજ નદીમાં ખાબકતા 24 લોકોના જીવ ગયા છે. બસ નદીમાં પડવાથી લોકો ડૂબવા લાગ્યા હતાં. આ બસ કોટાથી સવાઈ માધોપુર જઈ રહી હતી. અકસ્માતનું કારણ ટાયર ફાટયુ હોવાનું કહેવાય છે. 

ઘટનાસ્થળે હડકંપ મચી ગયો છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. મળતી માહિતી મુજબ બુંદીના લાખેરીમાં એક ખાનગી પેસેન્જર બસ નદીમાં ખાબકી. બસમાં મોટા પ્રમાણમાં મુસાફરો ભરેલા હતાં. ઘટનાસ્થળે સ્થાનિકો સાથે મળીને પ્રશાસને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. નદીની આરપાર સેંકડો લોકોની ભીડ ભેગી થઈ ગઈ છે. 

અકસ્માતની સૂચના મળતા જ કલેક્ટર અંતર સિંહ અને એસપી શિવરાજ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યાં. તાજી જાણકારી મુજબ આ ભયાનક અકસ્માતમાં 24 લોકોએ જીવ ગુમાવ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ બસમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોઈ શકે છે. 

વધુ વિગતો માટે જુઓ VIDEO 

અકસ્માત પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શોક વ્યક્ત કર્યો છે. ટ્વીટ કરીને તેમણે કહ્યું કે સંસદીય વિસ્તાર બુંદીના લાખેરી ક્ષેત્રમાં બસ નદીમાં ખાબકતા અનેક લોકોના મોતના સમાચારથી મન દુખી અને વિચલિત છે. જિલ્લા પ્રશાસન સાથે વાત કરીને રાહત કાર્યો ઝડપથી  કરવા માટે નિર્દેશ આપ્યા છે. પરમપિતા દિવંગત આત્માઓને તેમના શ્રીચરણોમાં સ્થાન આપે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news